ભારત ચીન કરતા સસ્તું ઉત્પાદન કેમ કરી શકતું નથી?

By Be Aww Girls

૧. મોટા પ્રમાણ માં જમીન: વસ્તી સાથે ચીન પાસે ખુબ મોટા પ્રમાણ માં જમીન પણ છે જેથી SEZ જેવી અવનવી સ્કીમ હેઠળ ઉદ્યોગો ને ખુબ જ નજીવા ભાડે થી જગ્યા આપી શકે છે

૨. સસ્તા અને સારા મજુરો: ૧૫૦ કરોડ કરતાં વધારે વસ્તી હોવાને લીધે કુશળ મજૂરો સસ્તા માં મળી રહે છે

૩. ટેકનોલોજી: આમાં પણ ભારત કરતાં ઘણો આગળ હોવાથી ઉત્પાદન સસ્તું છે.

૪. બેદરકારઃ પ્રદૂષણની ચિંતા વગર દુનિયા ભર નો કચરો રી-સાઇકલ કરી ને રમકડાં અને બીજી વસ્તુઓ સસ્તી બનાવે છે.

૫. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસઃ જો તમારે નવો ધંધો ચાલુ કરવો છે ચીન માં તો તમારે ક્યાંય પણ દોડવું પડતું નથી.

૬. માળખાગત સુવિધાઓઃ રોડ, રસ્તા અને બુલેટ ટ્રેન સહિતની સારી સુવિધાઓ દુનિયાભરના ઉત્પાદકોને આકર્ષે છે.